+917490977070
Currently it only shows your basic business info. Start adding relevant business details such as description, images and products or services to gain your customers attention by using Boost 360 android app / iOS App / web portal.

સાંભળવાની તકલીફ નું સચોટ નિવારણ (New CI Technology) ફ્રી સલાહ તથા સેમિનાર સાંભળવામાં તકલીફ ધરાવતા લોકો માટે હાલમાં ઉપલબ્ધ કોક્લિયર ઇંમ્પ્લાન્ટ (CI) તદ્દન નવી સારવાર પધ્ધતિ અંગે સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વાર વયસ્ક લોકો (16 વર્ષથી ઉપરનાં લોકો) માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવેલું છે. આ સેમીનાર માં મારુતિ ENT હોસ્પિટલ (રાજકોટ) નાં એન્ડોસ્કોપિક ઈયર & સાયનસ સર્જન ડૉ. ડેનિશ આરદેશણા તથા વાત્સલ્ય સ્પીચ એન્ડ હિઅરીંગ ક્લીનિક (રાજકોટ) ના નિષ્ણાંત અને 10 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ચીફ ઓડિયોલોજિસ્ટ ડૉ. કલ્પના અંટાળા તથા મુંબઈ થી સ્પેશીયલ (CI) નિષ્ણાત ટીમ લેટેસ્ટ કોક્લિયર ઇંમ્પ્લાન્ટ સારવારની સંપૂર્ણ માહિતી તથા માર્ગદર્શન આપશે. શું તમારી આસપાસ કોઈને પણ સાંભળવાની તકલીફ કે બહેરાશ છે? તો કોક્લિયર ઇંપ્લાંટ સારવાર છે સંપૂર્ણ સમાધાન. બહેરાશથી પીડાતા દરેક ઉમરના વ્યક્તિએ ખાસ સંપર્ક કરવો. તથા જે વડીલો અને બાળકો ને કાનના મશીન થી ફાયદો નથી થયો તથા જેને લગભગ 80~100% બહેરાશ ને કારણે કાનના હિયરિંગ મશીન થી પણ રીઝલ્ટ નથી મળ્યું અને બીજું એ પણ કે જે લોકો વ્યવસ્થિત બોલી શકે છે અને ફક્ત સાંભળવાની તકલીફ થઇ ગયેલી છે તેવા લોકો કોક્લિયર ઇંપ્લાંટ સારવાર ના માર્ગદર્શન માટે ચોક્કસ આ સેમીનાર માં પોતાનું રજીસ્ટ્રેશન અચૂક કરાવી લે, અને પોતાની સીટ અવશ્ય બૂક કરાવી લે. શ્રવણશક્તિ પણ આપણા આરોગ્ય નો મહત્વપૂર્ણ અંશ છે. જેમ સમયસર આપણે ડાયાબિટીસ, બીપી, આંખ કે અન્ય રોગ ની તપાસ તથા સારવાર કરાવીએ છીએ તે જ રીતે કાન ની બહેરાશ ની તપાસ તથા તેની સારવાર પણ સમયસર થવી ખૂબ જ જરૂરી છે. બહેરાશ ને કારણે સામાજિક એકલતા, યાદશક્તિ નબળી પડવી, સ્વભાવ માં ગુસ્સો, ચિડિયાપણું તથા ડિપ્રેશન પણ આવી શકે છે તો કાનની બહેરાશનું પણ નિદાન તથા નિવારણ સમયસર કરવું જોઈએ. જેથી પરિવાર તથા મિત્રોમાં બેઠા હોઈએ તો બધા સાથે સારી રીતે વાતચીત સાંભળી તથા સમજી શકીએ, ટીવી તથા સમાચાર માણી શકીએ, આપણો આત્મવિશ્વાસ માં વધારો થાય, અને આપણે કોઈ પણ જગ્યાએ પારિવારિક તથા સામાજિક લોકો સાથે જોડાયેલ રહી શકીએ. અને જીવનની દરેક ક્ષણ ને સારી રીતે જીવી શકીએ. તો આ સેમિનાર અટેન્ડ કરવા માટે અચૂક રજીસ્ટ્રેશન કરાવી લેજો. રજીસ્ટ્રેશન માટે સંપર્ક: 7490977070 9601020002 સ્થળ: પાઈનવીંટા હોટેલ બોમ્બે પેટ્રોલપંપ ની બાજુમાં સમૃધ્ધિ ભવનની સામે ગોંડલ રોડ, રાજકોટ